________________
જીવન સાફલ્ય
[ ૧૬૯ wuuuuuunnnonnnnnn છે કે ટાઈપીસ્ટ? આટલી ઝડપથી આટલું સુંદર ટાઈપ કરો છે!”
પેલા યુવાને પ્રત્યુત્તર આપ્યો, “હું એન્જિનિયર છું, પણ સંજોગવશાત મારે ટાઈપીસ્ટની આ નોકરી લેવી પડી. આપે મને નેકરીમાં રાખે અને ત્રણ દિવસ પછી કામ પર આવવાનું કહ્યું. તરત જ ભાડેથી ટાઈપરાઈટર લાવ્યો અને દિવસ રાત ટાઈપીંગ પાછળ લાગી ગયે.”
આ યુવાન પછીથી અમેરિકાને પ્રમુખ બન્યો તે , હર્બટ હુવર!
જીવનમાં સફળતા માટે આવી ધગશ અનિવાર્ય છે. સંસારના વ્યવહારમાં કે આધ્યાત્મના માર્ગમાં જેનામાં આવી ધગશ નથી તે કઈ રીતે આગળ વધશે !
મા શક્તિનો ઉપયોગ જ
એક સંતને કેઈએ પૂછયું: “શક્તિશાળી વ્યક્તિ અમર બની શકે કે નહિ?” સંતે કહ્યું: “પિતાની શક્તિને સેવામાં ઉપયોગ કરે તે સાર્થક છે. બીજાની હાનિ કરવામાં ઉપયોગ કરે તે નિરર્થક છે. હનુમાન અને રાવણ બંને શક્તિશાળી હતા. હનુમાને પિતાની શક્તિ સેવા કાર્યમાં વાપરી પરમાર્થમાં ખર્ચ જ્યારે રાવણે સ્વાર્થમાં ખર્ચા. આજે લોકો ભક્તિભર્યા હદયે હનુમાનને યાદ કરે છે, રાવણને નહિ.”