________________
જીવન સાફલ્ય
[ ૧૬૩
શ્લાકાર્યન પ્રવક્ષ્યામિ યદુક્ત ગ્રન્થકેાટિભિઃ । પાપકાર: પુણ્યાય પાપાય પરપીડનમ્ II
જે વાત કરાડા ગ્રથા વડે કરી છે તે વાત હું હમણાં અર્ધા લેાક વડે કહું છું. પરાપકાર પુણ્યને અર્થ છે અને પરને એટલે મીજાને પીડા કરવી એ પાપને અથે છે.
સાર એ છે કે સઘળા સદાચાર અને ધર્મનું મૂળ પાપકાર છે. પરોપકાર સમાન માટા ધમ નથી, તેમ જ બીજાને પીડા કરવી, પારકાના દ્રોહ કરવા, કાઇનું મન દુભવવું, એના જેવું ખીજું પાપ નથી.
જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હાય તા આ પાયાના સત્યે સમજવા જોઈએ.
× મધુ બિંદુ x
જેમને માનવભવ મળે છે તેઓ જીવન સફળ મનાવવાને બદલે ભાવિલાસમાં અમૂલ્ય જીવન નિષ્ફળ કરે છે.
કાઇ એક મનુષ્ય ગાઢ જંગલમાં થઈ જતા હતા. ત્યાં તેની પાછળ ભયાનક વનહાથી પડ્યો. પાતાના જીવ બચાવવા તે માજીસ ભયથી નાઠા અને એક વડનું ઝાડ જોઈ તેના પર ચડવા માટે વડની ડાળીએ તેને પકડી લીધી. એટલામાં હાથીએ આવી પેાતાની સૂ'ઢથી તે ઝાડ ધ્રુજાવી નાખ્યું, તેથી પેલેા માણસ ઝાડ ઉપર ચડી તા ન શકા પણ લટકી રહ્યો.