Book Title: Jivan Safalya
Author(s): Vijaykirtichandrasuri, Kiranbhai
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyan Mandir

View full book text
Previous | Next

Page 173
________________ ૧૨ ] mmmmmmmmmemnunununun ધર્મને સાર સાંભળે અને સાંભળીને હદયમાં રાખો. જે પિતાને પ્રતિકૂળ હોય તે બીજા પ્રત્યે ન આચરવું. માનવ જીવનની સફળતા જેને પણ મેળવવી હોય તેને આ સાર હૈયામાં કોતરી રાખવી પડશે. જીવનમાં આચરે પડશે. જ જીવનને સાર એક પંડિત શાસ્ત્રગ્રંથની પાંચ પિઠ ભરીને એક રાજાની પાસે ગયે. તે સમયે રાજા ઘોડે ચઢી બહાર જવાની તારી કરતો હતો. રાજાએ પંડિતને પૂછ્યું, “આ શું છે? પંડિતે કહ્યું, “મહારાજ! આ શાસગ્ર થે છે અને તે અવશ્ય સાંભળવા ચોગ્ય છે.” પ્રત્યુત્તરમાં રાજાએ જણાવ્યું કે, “તમારા શાયાગ્રંથ સાંભળવા જેટલે મને અવકાશ નથી, તેથી હું તે સાંભળી શકતો નથી.” પંડિતે કહ્યું, “મહારાજ ! બધા ન સાંભળી શકો તે એકાદ બે સાંભળે.” રાજા કહે, “એટલી પણ મને ફુરસદ નથી. હું બહાર જઈ રહ્યો છું, તો પણ જેટલી વારમાં ઘેડે બેસું એટલી વારમાં જે કંઈ સંભળાવી શકાય તે ફરમાવે.” પંડિત બોલ્યાઃ “સાંભળે, મહારાજ, જે કોટિશાસ્ત્રોમાં કહ્યું છે તે હું તમે ઘેડે બેસે તેટલી વારમાં કહું છું.”

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182