Book Title: Jivan Safalya
Author(s): Vijaykirtichandrasuri, Kiranbhai
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyan Mandir

View full book text
Previous | Next

Page 176
________________ જીવન સાય [ ૧૬૫ wwwmmmmonwwwwww એ જીવ છે. ડાળી એ આયુષ્ય છે. ધોળો ઉંદર અને કાળે ઉંદર એ દિવસ-રાત છે. હાથી એ મૃત્યુ છે. કુ એ ગર્ભાવાસ છે. સર્ષ એ કાળ છે અને મધુબિંદુ એ સંસારનું ભ્રામક ભાગ સુખ છે. દેવદૂત એ સદ્દગુરુ છે અને વિમાન એ ધર્મ છે. વિષય સુખની લાલસામાં પડેલો જીવ સદ્દગુરુના બોધને ઠેકર મારી ધર્મરૂપી વિમાન પ્રાપ્ત કરતું નથી. દુનિયાનું જ્ઞાન એટલે વિગતે ભેગી કરવાથી કંઈ વળશે. નહિ. જીવનને સફળ કરવું હોય તે સદ્દગુણે કેળવવાટપડશે. પોતાના દુષ્કૃત્યની ગર્તા કરવી પડશે. સુકૃત્યોની અનુમોદના કરવી પડશે. જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં ત્યાં ગુણાનુરાગ કેળવવું પડશે. પારકાને પીડા આપવાનું મૂકવું પડશે. આપણે જેમને પીડા આપી છે તેમની ક્ષમા માંગવી પડશે. જીવનની સફળતા માટે વિગતેનું જ્ઞાન કામ નહિ આવે. જ તરવાની કલા જ એક વિદ્વાન્ પ્રોફેસર એકવાર ગંગાનદી પાર કરવા હેડીમાં જઈ રહ્યા હતા. પ્રોફેસરે હેડીવાળાને પૂછયું: “અલ્યા, તું ગંગાનદીમાં હોડી ચલાવે છે પણ આ પૃથ્વીની ભૂગોળનું તને જ્ઞાન છે?” હોડીવાળો કહે, “ના, રે સાહેબ!” મજાકમાં પ્રોફેસર બેલ્યાઃ “તારી પા જીદગી નકામી ગઈ. ફરી તેમને પૂછ્યું: “અલ્યા, તું જગતનો ઈતિહાસ જાણે

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182