________________
૧૫૬ ]
જીવન સાફલ્ય
“પુણ્ય કુલક” માં કહ્યું છે કે – નિમલસલભાસે દદ્ધા વિવેગસંવાસે ચઉગઈ દુહસતાસે, લભંતિ પમ્ભયપુણે હિં,
નિર્મળ શુદ્ધ શીલનો અભ્યાસ, સુપાત્રાદિક દાન દેતાં ઉલ્લાસ, હિત, અહિત સંબંધી વિવેક છે અને ચાર ગતિના દુઃખને સંતાપ-આ બધા વાના મહાપુણ્યના ચંગે પ્રાપ્ત થાય છે.
શીલધર્મની આરાધના કરનારા મહાપુરુષો અને મહા સતીઓના સંખ્યાબંધ ઉદાહરણ જૈન તવારીખના સોનેરી પૃષ્ઠો પર અદ્યાવધિ ચમકી રહ્યાં છે. સુદર્શન શેઠ તથા વિજય શેઠ અને વિજયા શેઠાણી જેવા નરરત્ન વિશ્વમાં વિખ્યાત બન્યાં, એટલું જ નહિ પણ કૈવલ્ય લક્ષ્મીને વર્યા અને ભવસમુદ્ર તરી ગયા.
તપધર્મની આરાધના કરનારા મહાપુરુષોના જ્વલંત ઉદાહરણે અત્યારે પણ અને પ્રકાશ પાથરી રહ્યા છે.
ભગવાન મહાવીરદેવના આત્માએ નંદનમુનિના ભાવમાં યાજજીવ મા ખમણના પારણે માસખમણ કરી “સવિ જીવ કરૂં શાસનરસી”ની ઉદાત્ત ભાવના ભાવી શ્રી તીર્થકર નામકર્મ જેવી મહાન પુણ્ય પ્રકૃતિની નિકાચના કરી હતી. તેના પ્રતાપે તેઓ ૨૭ મા ભવે ભગવાન મહાવીર બન્યા. અને વિશ્વના ઉદ્ધાર કાજે જ્ઞાનને અપૂર્વ પ્રકાશ પાથરી જગતના જીવ પર અસીમ અજોડ, અસાધારણ ઉપકાર કરી કૃતકૃત્ય બન્યા,