________________
૧૫૮ ]
જીવન સાફ mumnununumonnunununun લાહ” (જ્યાં લાભ ત્યાં લોભ) એ પદની વિચારણા કરતા શુભ ભાવથી જાતિસમરણ જ્ઞાન પામ્યો.
વાસિત ભાવ વડે તપસ્વી સાધુઓને નિમંત્રણ કરવા પૂર્વક ભજન કરતા શુદ્ધ ભાવથી કુરગડુ મુનિ કેવળી થયા.
આવા અનેક દૃષ્ટાંતે શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. શાસ્ત્રકાર ભગવંત કહે છે કે, આ દાન, શીલ, તપ અને ભાવનાઓને ભવ્યાત્મા શક્તિ અને ભક્તિના ઉલ્લાસ યોગે કરે છે તે ઇદ્રોના સમૂહ વડે પૂજિત એવું અક્ષય મોક્ષસુખ અલ્પકાળમાં મેળવે છે. ૦ દેહં પાતયામિ કાર્ય સાધયામિ ના ૦
ધ્યાન અને સમતાના ચગે અગણિત પુણ્યાત્માઓ ક્ષપકશ્રેણિ આરોહણ કરી, ઘાતિકર્મને નાશ કરી, કેવળજ્ઞાન અને કેવળ દર્શન પામી અંતે પરમપદને પ્રાપ્ત કરે છે. ભગવાન મહાવીર સ્વામીની પરમ આસ્થાપૂર્વક અનન્ય મને ઉપાસના-ભક્તિ કરનારા મહારાજા શ્રેણિક આવતી ચોવીશીના પદ્મનાભ તીર્થકર તરીકે પ્રસિદ્ધિ પામશે.
આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાના નાશના હેતુથી જ દાન, શીલ, તપ અને ભાવધર્મની આરાધના કરવાની છે. સંસારી આત્માને અનાદિ કાળની આહારની ભૂખ અને ધનની ભૂખ લાગી છે. એ ટળે તે જ મુક્તિ મળે.
ફર્મ નિર્જરાની બુદ્ધિએ ઈચ્છાપૂર્વક કરેલી દાન, શીલ,