________________
, આરાધનાનું મહત્વ :
ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી શ્રી જૈનશાસનમાં આરાધનાના અગણિત પ્રકારે દર્શાવવામાં આવ્યા છે. આરાધનાના આ અસંખ્ય પ્રકારના વેગમાંથી એક પણ યોગની અવગણના કર્યા સિવાય, સાધકને જેમાં વધુ રસ પડે, જેમાં વધુ ભાવ અને ઉલ્લાસ જાગૃત થાય એવા એક પણ પ્રકારની આરાધનામાં સાધક જે અનન્ય મને પરમ આસ્થાપૂર્વક પવિત્ર ભાવે આરાધનામાં તન્મય બને તે બેડો પાર થયા વગર રહે નહિ, એ નિઃસંદેહ હકીકત છે.
આરાધનામાં ચિત્તની પ્રસન્નતા વધવી જાઈએ, ભાવન ઉલ્લાસ થ જોઈએ, કષાય પાતળા પડવા જોઈએ, પિતામાં સમતા અને શાંતિ અનુભવવા જોઈએ.
આરાધના અને વિરાધના જ
આરાધના સફળ બનાવવી હોય તે શરત એટલી છે કે એ આરાધનામાં સહેજ પણ વિરાધનાની ગંધ હાવી ન જોઈએ અને તે નિષ્કામભાવે આચરેલી હોવી જોઈએ, કારણ કે આરાધના એ અમૃત છે. જ્યારે વિરાધના હળાહળ વિષ