________________
લપની મહત્તા
[ ૧૪૭ muunmuammomnunununun
૨ વિનય-જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે સશુનું બહુમાન રાખવું.
૩ વૈયાવરચ-સેવા કરવી. ૪ સ્વાધ્યાય-વિધિપૂર્વક અધ્યયન કરવું. ૫ ધ્યાન–ચંચળ ચિત્તને એક વિષયમાં સ્થિર કરવું. ૬ વ્યુત્સર્ગ-કષાય, સંસાર અને કમને ત્યાગ કરે.
આપણે બાહ્ય તપ અને અત્યંતર તપને સુમેળ કરવાનો છે. ભગવાને કાકંદીના ધન્ના અણગારને વખાણ્યો અને તામલી તાપસ તથા પુરણ તાપસના ઉગ્ર તપને અત્યંતર, તપના અભાવને લીધે અજ્ઞાન તપ કહ્યું. “
સમ્યગદષ્ટિ આત્મા દ્વારા થતાં નાનામાં નાના નવકારસીના તપને પણ કમની નિજેરાનું કારણ કહ્યું છે. તેને સકામ નિર્જરા કહે છે.
અનિચ્છાએ જબરજસ્તીથી ભૂખ, તરસ વગેરે દુખને સહન કરવાં એને અકામ નિર્જરા કહે છે.
બાહ્ય, અત્યંતર સુમેળવાળું ઈચ્છાપૂર્વકનું તપ એ સકામ નિજ ગણાય છે.
જૈન ધર્મનું મુખ્ય રહસ્ય તપ છે અને તમામ પ્રકારની ઈચ્છાને નિરોધ કરવાથી તે સિદ્ધ થઈ શકે છે, એવું શાસ્ત્રકાર મહર્ષિનું દઢ મંતવ્ય છે.
સહુ આવા તપનું યથાશક્તિ આરાધન કરી જીવન સફળ કરો એ જ એક અભ્યર્થના,