________________
૧૪૬ ]
જીવન સાફલ્ય
તથા લબ્ધિઓ પ્રાપ્ત કરી અંતે અજર અમર પદ પામે છે. ત્યારે ડાહ્યા મનુષ્ય બીજા નિરર્થક પ્રયત્ન શા માટે કરવા જોઈએ.
શાસ્ત્રોમાં તપના અનેક પ્રકારો દર્શાવ્યા છે. પરંતુ મુખ્ય ભેદે બે છે. એક બાહ્ય તપ અને બીજું અત્યંતર તપ.
બાહ્ય તપના છ ભેદ છે. - ૧ અનશન–આહાર, જળ વગેરેને એક દિવસ કે અધિક દિવસ સુધી જેમાં ત્યાગ છે.
૨ ઉદરી-આહારની માત્રાથી કંઈ ઓછું ખાવું, કંઈક ભૂખ્યા રહેવું, ઉદર ઉણું રાખવું, કષાયે ઓછા કરવા, ઉપકરણ ઓછા કરવાં.
૩ વૃત્તિ સંક્ષેપ-વૃત્તિઓને સંક્ષેપ કરે. શ્રી ઔપપાતિક સૂત્રમાં તથા શ્રી ભગવતીજી સૂત્રમાં તેના ભેદ વિસ્તારથી બતાવ્યા છે.
૪ રસ પરિત્યાગ-ઘી, દુધ, દહિ વગેરે રસેને ત્યાગ કરે.
૫ કાયફલેશ-શરીરને સ્થિર કરવું.
૬ સંલીનતા-મન અને ઇન્દ્રિયોને તેમના વિષયોથી હટાવીને અંતરમુખ કરવી.
અત્યંતર ત૫ના છ ભેદ છે..
૧ પ્રાયશ્ચિત-કરેલા દોષોની આલેચના કરી પ્રાયશ્ચિત ગ્રહણ કરવું,