________________
અક્ષરને મહિમા
I ! ૧૨૭ nnnnnnnnnnnnnnnnnnn
તુલસીદાસના પત્ની પિયર ગયા. સ્ત્રી પ્રેમમાં વિહળ તુલસીદાસ મેઘલી રાત્રે, મુશળધાર વરસાદમાં પત્ની પાસે પહોંચ્યા. ' રત્નાવલીએ માત્ર એટલા જ શબ્દ કહ્યા કે “હે સ્વામી! મારા હાડ માંસના દેહ પર જેટલી પ્રીતિ કરી તેટલી જે ભગવાનમાં કરી હતી તે સંસાર તરી જાત !” બસ! તુલસીદાસની આંખો ઉઘડી ગઈ અને સંત તુલસીદાસ બની ગયા.
રાજગૃહીમાં શાલીભદ્રના ઘેરે રાજા શ્રેણિક પધાર્યા. ભદ્રા માતા સાતમે માળે જઈ શાલીભદ્રને કહે છે કે, “શ્રેણિક આવ્યા છે.” શાલીભદ્ર સમજ્યા કે કઈ મેંઘી ચીજ વસ્તુ હશે! માતાને કહે, “એમાં મને શું પૂછો છો ! જે મૂલ્ય માંગે તે આપી ખરીદી લે.” ભદ્રા માતાના માત્ર એટલા જ શબ્દો કે, “શ્રેણિક તે આપણા રાજા છે, આપણા સ્વામિ કહેવાય.” શાલીભદ્રને થયું, “મારે માથે સ્વામિ?” અને એક એક પત્નીને જ ત્યાગ કરી બત્રીસ દિવસે દીક્ષા લેવાનું નક્કી કર્યું.
આ છે શબ્દની અસર ! માત્ર એક જ શબ્દ જ
શાલીભદ્રની બહેન ધન્નાજી સાથે પરણાવી હતી. તેની આંખમાં આંસુ જોઈ પન્નાજીએ કારણ પૂછ્યું. “શાલીભદ્ર એક એક પત્ની છેડે છે અને દીક્ષા લેશે” એ સાંભળી ધન્નાએ કહ્યું, “જે દીક્ષા જ લેવી છે તે તારો ભાઈ બધી