________________
૧૨૨ ]
જીવન સાફલ્ય muuuuuuuunominumununu બોમ્બના ધડાકા કરતાં વધુ ભયંકર અસર થઈ શકે અને શબ્દોની અસર અમૃતના આસ્વાદ કરતાં પણ અધિક સુખ, શાંતિ અને આનંદ ઉપજાવી શકે. * મહાભારત અને રામાયણ ૪
પાંડના નવા બંધાયેલા મહેલને જેવા દુર્યોધન આવ્યું. આ મહેલમાં આશ્ચર્ય ચકિત રચના હતી. કાચ એવી રીતે ગોઠવ્યા હતા કે એક સ્થાને બારણું સમજી પ્રવેશ કરવા જતાં માથામાં ભીંત વાગી. દ્રૌપદીના મોઢામાંથી માત્ર એટલા જ શબ્દો નીકળ્યા કે “આંધળાના આંધળા હોય !” અને આ કટાક્ષ ભર્યા શબદોએ મહાભારતનો સંહાર સર્યો.
રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ રહી હતી. અયોધ્યા વાસીઓને અને રાજા દશરથને આનંદ માતે હેતે. રાજા દશરથ પાસે રાણી કૈકેયીનું વચન લેણું હતું, રાણ કૈકેયીના માત્ર એટલા જ શબ્દ કે “રામને વનવાસ અને ભરતને ગાદી.” સારૂં ય અધ્યા શેકમાં ડૂબી ગયું, તથા રાજા દશરથે પ્રાણ ત્યાગ કર્યો.
આ શબ્દોની પ્રાણઘાતક અસરો છે.
ચંડકૌશિક નામના દષ્ટિવિષ સર્ષે પરમ કલ્યાણવંત ભગવાન મહાવીરસ્વામિને ત્રણ વાર ડંખ દીધો. ભગવાનના “બુઝ બુઝ ચંડકૌશિઆ હે ચંડકૌશિક! બાધ પામ, માત્ર આટલા જ શબ્દએ સર્પના જીવનમાં પારાવાર પરિવર્તન કર્યું અને સપનું કલ્યાણ થઈ ગયું.