________________
અક્ષરને મહિમા
[ ૧૨૯ wwwwwwwwww ઘડીયાળની કમાનો કે સર્જરીની સે બનાવાય તો તેનું મૂલ્ય અનેકગણું વધી જાય
. શબ્દોને ઉપગ કયાં, કેમ, કઈ રીતે આપણે કરીએ છીએ તેના ઉપર જીવનની સફળતાને આધાર છે.
શાસ્ત્રકાર ભગવતેએ ભાષા સમિતિ તથા વચનગુપ્તિના જે રહસ્યો દર્શાવ્યા છે તે જીવનનું ઓજસૂ પ્રગટાવવામાં કેટલા સહાયક છે તેને ઉલેખ અન્ય લેખમાં કરીશું. જ સરે નથિ
એક ભીલને ત્રણ સ્ત્રીઓ હતી. પ્રવાસમાં બપોરના સમયે એક સ્ત્રીને ભૂખ લાગતાં તેને પતિ પાસે ભેજનની માંગણી કરી. બીજી સ્ત્રીને તૃષા લાગી હતી, તેને જળ માંગ્યું. ત્રીજી સ્ત્રીને ગીત સાંભળવું હતું, તેને પતિને ગીત સંભલાવવા વિનંતિ કરી. ભીલે એક જ વાકયથી ત્રણેને જવાબ આપેઃ “સરે નથિ' એટલે ભજન માંગનાર સ્ત્રીને કહ્યું કે, “શર એટલે બાણ મારી પાસે નથી.” (“સર એ પ્રાકૃત ભાષાને શબ્દ છે, સંસ્કૃતમાં “શર’ બને છે.) બાણ હેત તે વૃક્ષના ફળ પાડીને ખવડાવત. જેને તરસ લાગી હતી, તે સ્ત્રીને કહ્યું: “નજીકમાં “સર નથિ” એટલે સરોવર નથી, તને પાણી કયાંથી લાવી આપું!” ત્રીજીને ગીત સાંભળવું હતું તેને કહ્યું: “સરો નથિ એટલે મારે કમળ સ્વર નથી. સ્વર હોત તો જરૂર તને ગીત સંભળાવત.” (પ્રાકૃત શબ્દ “સર” ને સંસ્કૃતમાં ‘સ્વર પણ બને છે.)