________________
૧૨૪]
જીવન સાફલ્ય
પનીઓ એક સાથે કેમ છોડતો નથી? અને શાલીભદ્રની બેનના મોઢામાંથી માત્ર એટલા જ શદે નીકળ્યા કે,
સ્વામી, બલવું સહેલું છે, કરવું કપરૂં છે.” ધન્નાજી સર્વ પત્નીઓ છેડી ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લેવા માટે ચાલી નીકળ્યા. તેમની સાથે શાલીભદ્ર પણ ચાલી નીકળ્યા.
આવું છે શબ્દનું બળ!
રાણું રાજાના માથામાં તેલ નાંખી રહી હતી. રાણીએ કહ્યું, “મહારાજ! ડૂત આવી પહોંચે.” રાજાએ દ્વાર સામે જોયું. ત્યાં કઈ હતું નહિ. રાણીએ રાજાના માથામાંથી એક સફેદ વાળ તેડી રાજાના હાથમાં મૂકતાં કહ્યું, “મહારાજ ! વૃદ્ધાવસ્થાને આ દૂત આવી પહોંચ્ય” આટલા શબ્દથી પોતનપુરના રાજા પ્રસન્નચંદ્ર જાગી ઉઠ્યા અને સંસાર ત્યાગ કર્યો.
* માતૃકાની શક્તિ છે | શબ્દની શક્તિ અમાપ છે. શબ્દ સંસાર સાંધે છે અને તોડે છે. શબ્દ હૃદયે ભાંગે છે અને ભેગા કરે છે. શબ્દથી પ્રેમને ઉલ્લાસ પ્રગટે છે અને ક્રોધનું વિષ વ્યાપે છે. મેહની નિંદ્રામાં સૂતેલાને શબ્દ જગાડે છે. શબ્દ વડે મનુષ્ય માયાની જાળમાં ફસાય છે. શબ્દથી સંસારનું ભ્રમણ છે અને શબ્દથી મોક્ષ છે.
શબ્દ ઉપર વ્યવહાર જીવન ટકેલું છે. શબ્દ રચનાથી ઘડેલા કાનુને વડે રાજ્ય ચાલે છે. શબ્દના વિશ્વાસે જીવ