________________
૧૧૦ ]
જીવન સાફલ્ય wuuuuuuumowuwnummnun આ શાશ્વત ધન X
મંત્રી ઉગ્ર મહાત્મા બુદ્ધના દર્શને આવ્યો અને બોલ્યાઃ “ભગવદ્ ! અમારા નગરમાં મિગાર શ્રેષ્ઠિ અત્યંત શ્રીમંત છે. તેની પાસે અખૂટ ધન ભંડાર ભરેલા છે. ક્યારે ય ખૂટે એવા નથી.”
- બુદ્ધે કહ્યું: “ઉગ્ર ! તમે જેને ધન કહે છે તે શાશ્વત ધન નથી, અખૂટ નથી. તે ધન પાછળ અનેક ભય રહેલા
છે. તે ધન ચેરથી લૂંટાવાનો ભય છે, અગ્નિથી બળવાને * ભય છે, રાજાથી જપ્ત થવાનો ભય છે. તે ધન નાશવંત છે.”
મંત્રી ઉગ્રે પૂછ્યું “પ્ર! એવું કયું ધન છે જે શાશ્વત છે? જેને કોઈ પ્રકારને ભય નથી? - બુદ્ધ બોલ્યાઃ “શાશ્વત ધન સાત પ્રકારનું છે. ૧ શ્રદ્ધા, ૨ શીલ, ૩ લજજા, ૪ લોક વિરૂદ્ધનો ભય, ૫ શ્રત, ૬ પ્રજ્ઞા, ૭
અને ત્યાગ. આ સાત પ્રકારનું ધન શ્રેષ્ઠ ધન છે, શાશ્વત છે, નિત્ય વૃદ્ધિ પામનારૂં છે.”
બુદ્ધે કહેલું ધન એ જ સદાચારનું ધન છે.
શ્રદ્ધા પરમ દુલ્લહા” શ્રદ્ધા પરમ દુર્લભ છે. શ્રદ્ધા પ્રથમ શાશ્વત ધન છે.
બીજુ શાશ્વત ધન શીલ એટલે સંયમનું પાલનસદાચાર છે,