________________
૧૧૮ ]
જીવન સાફ mummy wwnownunununun
પ્રત્યેક ધમી મનુષ્યની જવાબદારી વિશેષ છે કારણ કે ધમ ઉપર લકે શ્રદ્ધા રાખે છે, વિશ્વાસ રાખે છે. ધર્મીએ તે સવિશેષ પ્રયત્નથી પણ સદાચારમય જીવન જીવવું જોઈએ. જેટલે અંશે ન જવાય તે માટે ધમને અંતરથી વેદના થવી જોઈએ.
જે સગુણ મનુષ્યના આચરણમાં ઉતરે છે તે બીજાઓ ઉપર પણ અસર કરે છે. પતંજલિએ કહ્યું છે કે
અહિંસા સન્નિધી વિર ત્યાગઃ” એટલે અહિંસા જેના જીવનમાં ઉતરી છે તેની પાસે વર ટકી શકતું નથી. જેના હૈયામાં જીવ માત્ર પ્રત્યે પ્રેમ ભર્યો છે તેની પાસે હિંસક પ્રાણીઓ અહિંસક બને છે. ભગવાન મહાવીર સ્વામી પાસે જન્મના વૈરી સિંહ અને હરણ પોતાનું વેર વીસરી જાય છે. ભગવાનની અહિંસા અને પ્રેમભાવના એટલી વિશાળ છે કે જન્મજાત, વર પણ પ્રેમમાં પરિણમે છે. .