________________
સદાચારની સુગધ
[ ૧૧૭
એવી છાપ પડવી જોઈએ કે જૈન જૂઠું· મેલે નહિ, જૈન ચારી કરે નહિ, તે ધર્મના સિદ્ધાંતાના વ્યાપક પ્રચાર થાય. બાકી પેાતાને જૈન ગણાવે, ધાર્મિક મનાવે અને અનાજમાં ભેળસેળ કરે કે, દવા બનાવટી વેચે એ ભારે શરમજનક છે.
કેટલાક વરસે પહેલાની આ વાત છે. અરબસ્તાનના લેાકામાં એક વિચિત્ર રાગ થયા. સતત ચામડીમાં વલૂર આવે. નવા નવા ગૂમડાં થાય, પરૂ નીકળે અને ભય કર બળતરા થાય. લેાકેા ત્રાસી ગયા. ગુપ્તચરાએ તપાસ આદરી અને ભયાનક વિગતા મળી આવી.
કેટલાક વેપારીઓને ભારે લેાભ લાગ્યા. ક્રુડ ઓઈલમાંથી વાસ અને ર્ગ દૂર કરી ખાવાના તેલમાં ભેળવી વેચવા માંડયું. એમાંથી લેાહી વિકારને આ રાગ લેાકામાં થયા.
પેાલિસે માર વેપારીઓને પકડ્યા. તેમના પર કેસ ચાલ્યા. ગૂના પુરવાર થયા અને ત્યાંની સરકારે મારે જણાને જાહેરમાં ફ્ાંસી આપી.
"
બીજા દિવસે એક બીજા વેપારીએ આપઘાત કર્યાં. તેના શખ પાસેથી એક ચીઠ્ઠી મળી આવી. તેમાં લખ્યું હતું કે, ભેળસેળના આ ભયંકર પાપમાં હું પણ જોડાયેલા જ હતા. હું બહારથી ધાર્મિક ક્રિયાના દભ કરતા એટલે કાઇને મારા પર શંકા આવી નિહ અને હું મચી ગયા. મેં ધર્મને લાંછન લગાડયું છે. મારી જવાબદારી વિશેષ છે. મારા પાપની સજા રૂપે હું મારી જાતે જ દેહાંત દંડ સ્વીકારી લઉં છુ