________________
સદાચારની સુગધ
( ૧૧૩
એક મુસલમાન મિત્રને ત્યાં તે ગયા હતા. જ્યારે પાછા ફર્યો ત્યારે પેલા મુસ્લિમ મિત્ર તેમને વળાવવા માટે શેરીની બહાર આવ્યા. તેમની સાથે તેમને નાના દીકરા પણ હતા.
"
થાડે સુધી આવ્યા પછી મહારાજે કહ્યુંઃ હવે પાછા વળે. ’ પણ તેઓ પાછા ન વળ્યા. આગળ ગયા એટલે ફરી મહારાજે કહ્યું: ‘હવે ખડું થયું! હવે તમે પાછા વળેા.’ તાય તે ન માન્યા. મહારાજે તેમને ખૂબ સમજાવ્યા એટલે તેમા મેલ્યાઃ
- મહારાજ ! તમને વળાવવા આવું તે તમારા સારૂં' નહિ. મારા આ દીકરાને સારા સસ્કાર મળે એટલા સારૂં' આવું છું. મહેમાનને કેટલા પ્રેમથી કેટલે સુધી વળાવવા જવું જોઈએ એની એને પશુ સમજ પાડવી જોઇએ ને ? ”
* વ્યાપારમાં સદાચાર *
વ્યાપારના ક્ષેત્રમાં પણ સદાચારની સુગંધથી શાંતિ, સુખ અને સમૃદ્ધિ વધે છે.
મુંબઇના એક ઝવેરીની દુકાને એક અમેરિકન ગ્રાહક આન્યા. શેઠ હજી આવ્યા ન્હાતા. મુનીમે હીરા બતાવ્યા. ગ્રાહકને એક હીરા ખૂબ ગમ્યા.
ચાર હજાર રૂપિયામાં તેને હીરા ખરીદ્યો. આવા ખીજા હીરા ખરીદવાની ઈચ્છા બતાવી તથા પેાતાનું નામ અને જે હાટલમાં પેાતે ઉતર્યા હતા તેનું શિરનામું લખી આપ્યા,