________________
અમને મર્મ
[ ૧૦૯ muunmuusaunouuuuuuuuuu વિના જ આગળ ચાલવા લાગ્યા. કોઈ નગરવાસીએ પૂછ્યું:
ગુરુ મહારાજ ! નગરમાં શું પ્રવચન નથી આપવું?” - પ્રત્યુત્તરમાં સંતે કહ્યું: “પ્રવચનથી જ શુ ઉપદેશ આપી
શકાય? આપણું રૂડું જીવન પિતે પણ શું એક પ્રવચન નથી? આ નગરના લોકેએ આપણને જોયા, આપણું વર્તન નિહાળ્યું, આપણે વાતચીત સાંભળી, આપણું આચરણ જોયું. આ બધામાંથી એમને શું કશો ઉપદેશ નહિ મળ્યો હોય ? જેઓ પ્રત્યક્ષ દર્શનમાંથી કંઈ બોધ ન લઈ શકે તેઓ લુખા પ્રવચનમાંથી શું બોધ લેશે?” . - સદાચાર ભર્યું જીવન એ જ જીવંત પ્રવચન છે, કારણ કે, સદાચારમાં સુગંધ ભરેલી છે.
મનુષ્ય શુદ્ધ હવા લેવા માટે હવા ખાવાના સ્થળોએ જાય છે. ફુલોની સુગંધ લેવા માટે બાગ-બગીચામાં જાય છે. સદાચારની સુગંધ લેવા માટે તમે કંઈ કરો છો ખરા?
અગરબત્તી પોતાની જાતને બાળીને સુગંધ ફેલાવે છે. પિતે જાતે ભસ્મીભૂત થઈને પણ વાતાવરણને સુગંધિત કરે છે. એક એક કણું બળતું હોય છતાં તે સુગંધ આપતી રહે છે. બળતી અગરબત્તી આપણને બોધ આપે છે કે, સદાચારમય જીવનની સાર્થકતા પોતાની ચારે બાજુ સુગંધ ફેલાવવામાં છે.