________________
૧૦૨ ]
જીવન સાફલ્ય nununununnowuuuuuuuu
કોઈ વ્યક્તિ દર્શન પૂજન કરે અને અનાજમાં ભેળસેળ કરે તથા દવાઓ બનાવટી વેચે, પિતાને ધાર્મિક ઓળખાવે એટલે કે વધુ વિશ્વાસ રાખે અને પોતે વધુ કપટ કરે–આ મોટો ગુન્હ છે.
ધાર્મિક ક્રિયાઓ પથ્થર જેવા કઠણ બનેલા હૃદયને નિર્મલ બનાવવા માટે છે. ચિત્તને કોમળ બનાવવા માટે છે. અંતઃકરણને પવિત્ર બનાવવા માટે છે. વાણીના સદુપયોગ માટે જીભ તથા કાનને કેળવીને નિરર્થક વાત, કુશળી, પરનિંદા, અસત્યથી બચાવી આત્મપ્રશંસા કરવાથી કે સાંભળવાથી મુક્ત થવાનું છે. જીભ અને કાનને સદુપગ ગુણ તથા ગુણીનું બહુમાન કરવામાં અને હિતકારી ધર્મવચન સાંભળવામાં કરવાને છે. ધાર્મિક ક્રિયાઓ મન, વચન અને કાયા ત્રણેયને પોતાના સાધન બનાવે છે.
શાસ્ત્રોના કલેકે તમને મુખપાઠ હેય પણ જે અંતરમાંથી વિષય કષાય ઓછા ન થયા હોય, ધ, મેહ, ઈર્ષા, અદેખાઈ, કામ, લોભ ન ઘટ્યા હોય તે જરૂર સમજવું કે આ મુખપાઠે રહેલા શ્લોકે હજી અંતરને સ્પર્યા નથી.
જેમ પાકશાસ્ત્રના પુસ્તક વાંચવાથી રસોઈ બનાવતા ન આવડે, સર્જરીના શાસ્ત્ર વાંચી સર્જન ન બની શકાય, પાણીમાં તરવા સંબંધી ગ્રંથના અધ્યયનથી તરતા ન આવડે, તેવી જ રીતે શાસ્ત્ર વાંચન માત્રથી ધાર્મિકતા આવી જતી નથી.
ધાર્મિકતા કેળવવા માટે જાતને કેળવવાની છે, શાસ્ત્રવચને અમલમાં મૂક્વાના છે, જીવનને પવિત્ર બનાવવાનું છે,