________________
૧૦૦ ]
જીવન સાફલ્ય wwwWWIWwwwww
આજે ભૌતિકવાદને મહત્વ આપનારો વર્ગ ધર્મની હાંસી ઉડાવે છે, મશ્કરી કરે છે, ધર્મનો વિરોધ કરે છે. તેઓ ધર્મના મર્મને જાણતા નથી તેથી ધર્મ પ્રત્યે હસે છે. આપણે તેમના પ્રત્યે કેધ કરીએ કે તેમને તિરસ્કાર કરીએ તે વ્યાજબી નથી.
આપણે પિતે સમ્યફ ધર્મનું યથાયોગ્ય પાલન કરીએ છીએ કે નહિ તે જોવું પડશે, તપાસવું પડશે, શોધવું પડશે.
ધમ જીવનમાં પાલન કરવા માટે છે. માત્ર વાતે કરવા માટે નથી, આચરણમાં ઉતારવા માટે છે. માત્ર ચર્ચાઓ કરવા માટે નથી.
શ્રી ત્રિલોકાચાર્ય બ્રહ્મદેશના માંડલે શહેરના બૌદ્ધ વિહારના આચાર્ય હતા. ત્યાંના યમનિયમ ઘણું કડક હતા. નિયમ પાલન માટે આચાર્ય ખૂબ તકેદારી રાખતા. કોઈ ભિક્ષુ મોડો ઉઠતે તે આચાર્ય એને તરત કહેતાઃ
આ માંડલે શહેરમાં નાની નાની છોકરીઓ પરોઢિયે 'ઉઠીને તમારે સારું ધી રહી છે અને તે અન્ન ઉપર જીવનારા તમે હજુ ઘેરો છો? શરમ નથી આવતી તમને?”
મેડા ઉઠનારે આશ્રમના બધા ઝાડને પાણી પાવું એ તેમને નિયમ બનાવ્યું હતું.
એક દિવસ વિકાચાર્ય પોતે પાણી પાવાનું કાર્ય કરી રહ્યા હતા. ધર્માનંદ કોસંબીએ એમને પૂછ્યું: