________________
- ૧૦૪]
જીવન સાફલ્ય
અને ઉંટ પરથી નીચે પડ્યા. રેતીના ઢગલા પર પડ્યા તેથી સત વાગ્યું નહિ. શેઠે જોયું કે, બિમારીનો ઢોંગ કરનાર તે ડાકૂ બદનસિંહ હતે. ઉંટ ચાલે જ નહિ.
શેઠે કહ્યું: “ભાઈ, ભગવાનની ખાતર તું કોઈને કહે નહિ કે આવું કપટ કરીને ઉંટ લીધું છે. નહિ તે રસ્તે જતા લોકો ગરીબને કે અપંગને વિશ્વાસ કરશે નહિ. મનુષ્યની વૃત્તિ હણાઈ જશે. તું કહેજે કે મેં તને આ ઉંટ ભેટ આપ્યું છે.”
શેઠ વૃદ્ધિચંદજીને મન ઉંટ ગયાને અફસ હોતે, પણ જે એ જાણીને રસ્તે જતા લેકે ગરીબને કે અપં. ગને વિશ્વાસ કરે નહિ તો પરાર્થવૃત્તિ-બીજાનું હિત કરવાની ભાવના નાશ પામે તે વાતની વેદના હતી. ૦ સાચી ધાર્મિકતા ૦
જ્યાં સાચી ધાર્મિકતા છે ત્યાં ભય, દેવ કે ખેદ નથી. કોઈ પણ પ્રકારના પ્રલોભન તેને લલચાવી શકતા નથી. સાચા ધર્મમાં ચિત્તની પ્રસન્નતા ઉભરાતી હોય છે. અંત. રને આનંદ ઉછળતે હેય છે. તેના સત્સંગ માત્રથી નજીક રહેલા મનુષ્યમાં ભય અને ચિંતા રહેતા નથી. તેનું સાન્નિધ્ય વેર રહિત બનાવે છે. ક્રૂર હદયના નરાધમને પણ અસર થાય છે. | ડાક બદનસિંહ ઉંટ લઈ ગયે પણ શેઠના શબ્દોએ તીરની માફક તેના હૈયાને આરપાર વીંધી નાંખ્યું અને કંટ