________________
૧૦૬ ]
જીવન સાફલ્ય
છે સંપાદકની નોંધ છે
૪ ધાર્મિક થવા માટેને પુરૂષાર્થ x
જીવનમાં ધર્મનું આચરણ કરવા માટે સૂક્ષમ બુદ્ધિની જરૂર છે. સમજણ વિનાનું ભલાપણું (Piety without intelligence) કે તવની સમજણ વિનાને ધર્મ (religion without philosophy) કયારેક અધુરાં છે, ભયજનક છે, જીવનમાં અણસમજને લીધે ધર્મને બદલે ઝનુન આવે છે, ધર્માધતા આવે છે.
(Hermes Trismegistus) હમસે કહ્યું છે કે, “આત્માનો દુણ એ અજ્ઞાન છે, આત્માને સગુણ એ જ્ઞાન છે.” શાસ્ત્રકારોએ સમ્યગદર્શન અને સમગૂજ્ઞાનની ઉચ્ચ જીવન માટે સર્વ પ્રથમ જરૂર કહી છે
ધર્મને મમ સલ્લુરુ પાસેથી સમજીને ધર્મ જીવનમાં ઉતારવાનું છે. આપણે ધાર્મિક કહેવડાવવા માટે ફાંફા ન મારીએ, સાચા ધાર્મિક થવા માટે પુરૂષાર્થ ફેરવીએ.
૦ જીવનમાં સફળતાની કલા ૦
ધર્મ એ જીવન જીવવાની કલા છે. ધર્મ વડે સુખ પ્રાપ્ત થાય છે, શાંતિ પ્રગટે છે. ધર્મ વડે આધ્યાત્મમય