________________
૪૪ ]
જીવન સાફલ્ય wwww wwww લેટીશિયા તેની પાસે કરતી, બાળક નેપોલિયનના કોમળ હૃદયમાં નાનપણથી વીરરસના સંસ્કાર પડ્યા હતા.
સુભદ્રાના ગર્ભમાં અર્જુનને પુત્ર અભિમન્યુ હતો ત્યારે તેને કોઠાયુદ્ધનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ કથા મહાભારતમાં પ્રસિદ્ધ છે.
માતા જ્યારે સગર્ભા હોય ત્યારે ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવાથી ભાવી પ્રજામાં સંસ્કારનું સીંચન થાય છે તેમાં સંશય નથી. * ઘર એ મૂગી શાળા છે જ
કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ તથા કલકત્તા વિશ્વ વિદ્યાલયના વાઈસ ચેન્સેલર સર ગુરૂદાસ બેનરજીની મહાનતા તેમની માતાએ નાનપણમાં આપેલા શિક્ષણને આભારી હતી. - સર ગુરૂદાસના માતા સોનામણિદેવી ધાર્મિક અને કાર્ય દક્ષ હતા. તેઓ માનતા કે બાળકોને ઉછેર નેહ, મમતા અને પ્રેમભરી વાતચીતથી જેટલો થઈ શકે છે તેટલે કઠેર વર્તણુંકથી થતો નથી. તેઓ કહેતા કે, “કયારે પણ જૂઠી વાત બાળકને કહેવી નહિ. એવું કહેવાથી બાળકોમાં મિથ્યા બોલવિાની ટેવ પડી જશે અને બીજા પણ અનેક અનિષ્ટ પેદા થશે.”
ઘર એ મૂંગી શાળા છે. બાળકો વડિલો પાસેથી જે. શિક્ષણ મેળવે છે તેના મૂળ ઉંડા જાય છે. વિનય, વિવેક, સત્યતા, સંસ્કાર કે ધર્મ વડે ચારિત્ર્યનું ઘડતર કરવા માટે બીજ રોપવાને સુગ્ય સમય બાલ્યવય છે.