________________
૭૪ ]
જીવને સાફલ્ય wwwwwww wwwww બાપ જ કહેવામાં આવે છે તે મિથ્યા વચન છે. કારણ કે પિતાના ૭૫ વર્ષના વૃદ્ધ પિતાની અપેક્ષાએ તે પુત્ર પણ છે. હવે જે આ ૪૫ વર્ષના મનુષ્યને પુત્ર જ છે એમ કહે વામાં આવે તે તે મિથ્યા વચન છે. કારણ કે પિતાના ૧૫ વર્ષની ઉમરના પુત્રની અપેક્ષાએ તે પિતા પણ છે.
ભગવાન કહે છે કે, સર્વ દ્રવ્ય નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે. એક સોનાની કંઠી ગળાવી નાખી કઈ તેના કંકણ બનાવે છે તેમાં કંઠીને નાશ થયો. કંકણની ઉત્પત્તિ થઈ અને એનું કાયમ રહ્યું. આત્મા દેવગતિમાંથી મનુષ્યગતિમાં આ અહિં દેવગતિને વ્યય, મનુષ્યગતિમાં ઉત્પત્તિ અને આત્મદ્રવ્ય, બંનેમાં કાયમ રહ્યું.
સુવર્ણ દ્રવ્ય રૂપે નિત્ય છે, કંઠી અને કંકણ રૂપે અનિત્ય છે, આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે, દેવ અને મનુષ્ય પર્યાય રૂપે અનિત્ય છે. આ પ્રકારે એક જ વસ્તુમાં પરસ્પર વિરૂદ્ધ દેખાતા નિત્ય અનિત્ય ધર્મ સાપેક્ષ રીતે સત્ય છે. માટીની અપેક્ષાએ ઘડે નિત્ય છે, તેમાં પરિવર્તન પામતા પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, આકારની અપેક્ષાએ ગોળ છે. રંગની અપેક્ષાએ કાળે છે. જીવનમાં આ અપેક્ષા દષ્ટિઓની સમજણ એ સ્યાદવાદ છે.
અપેક્ષાપૂર્વક કથન કરવું અને અપેક્ષાપૂર્વક સમજવું સ્યાદવાદ શીખવાડે છે. બીજાના દષ્ટિબિંદુઓ જેવાનું, તેમાં સત્યના જે અંશે હોય તે સ્વીકારવાનું સ્યાદવાદ શીખવે છે.
અપેક્ષાપૂર્વક કથન ૪૩
બ
સેવાનું, તેમાં