________________
આત્મગ્લાનિનું વિષ વર્તુલ
[ ૮૭
દયા ખાવી હોય તે જે બિચારા છતી આંખે આંધળા છે, તેમની ખાઓ, કરૂણા કરવી હોય તો જેઓ અજ્ઞાન અને માહથી અંધ છે તેમની કરો.
દરેકના હૃદયમાં આ સત્ત્વ રહ્યું છે. તેને પ્રગટવા દો.
સુપ્રસિદ્ધ મને વૈજ્ઞાનિક આલફ્રેડ એડલર કહે છે કે, " “પ્રત્યેક મનુષ્યમાં કોઈ એવી અદભૂત મન:શક્તિ રહેલી છે જે કોઈ પણ હાનિને લાભમાં પલટાવી દે. તમારામાં રહેલી આ મનઃશક્તિને જગાડે.
' | દીનતા છોડી સામે પ્રગટાવે. કાદવ ન જૂઓ. કાદ-૨, વમાં ઉગેલા કમળને જૂઓ. વાદળા ન જૂઓ, વાદળા પાછળના સૂર્યને જૂએ. કાંટા ન જૂઓ, કાંટા પાછળના ગુલાબને જૂઓ.
તમારા જીવનની પરિસ્થિતિ કેવી છે? તમને શું સંગ પ્રાપ્ત થયા છે? કેવા વાતાવરણમાં તમે મૂકાયા છે? શું બન્યું છે એ વાત મહત્વની નથી. જે કંઈ બન્યું, જે કંઈ પ્રાપ્ત થયું તે તમે કેવી રીતે સ્વીકાર્યું, કમપ્રકૃતિના પડકારને તમે કઈ રીતે ઝીલ્યો તે મહત્વનું છે. પડી ગયા તે નહિ પણ ઉભા થઈને તમે ધૂળ ખંખેરી નાખી તે મહત્વનું છે. ૦ ચિત્તની પ્રસન્નતા ૦
ચીનમાં એક પ્રચલિત કહેવત છે. તેને ભાવાર્થ છે કે, જે મનુષ્ય પ્રસન્ન ન રહી શકે તેને ભૂલેચૂકે દુકાન ન લવી.” - જીવનની સફળતા માટે પ્રસન્ન રહેવું અગત્યનું છે.