________________
આત્મગ્લાનિનું વિષ વર્તુલ
જે મનુષ્ય પેાતાનાં દુઃખદર્દને જ સારા ય વિશ્વનું મધ્યબિંદુ માનીને સતત રાદણાં રડે, એનાથી વધારે દયાપાત્ર ખીજુ કાઈ નથી. આવા મનુષ્યાને તમે મળેા તા તેઓ પેાતાના જ દુ:ખની વાત કર્યાં કરતાં હોય,
હિરોશીમા કે નાગાસાકી પર એમ્બ પડે તેનું દુઃખ તેમને ન હોય, પણ પેાતાના દાંત દુઃખતા હાય તા તેમના રાદાં સાંભળી તમારૂ માથુ' દુઃખવા આવે. આવા માણસા દુઃખનું પેટલું માથે લઈને ફર્યાં જ કરતા હોય. તમે તેમની સાથે વાત કરી કે તરત પેાતાના સાચા કે કાલ્પનિક દુઃખાને એટલું માટુ' સ્વરૂપ આપે કે તેમની આત્મગ્લાનિથી તેએ બીજાની સહાનુભૂતિ પણ ગૂમાવી દે!
* દુ:ખને બોલાવા નહિ *
પ્રેાફેશ્વર યંગ કહે છે કે તેમની પાસે જેએ માનસ ચિકિત્સા માટે આવે છે તેમાંથી ત્રીજો ભાગ આવા સદા ય સાગિયા રહેતા લેાકાના જ હતા.