________________
૮૪ ]
જીવન સાફલ્ય wwwmummominumunuan છે. દર વરસે લાખે બિમાર અહિં આવે છે અને શ્રદ્ધા ભક્તિથી તેમાંના ઘણું સાજા થઈને જાય છે. ડોકટરો જે દદે ન મટાડી શકયા હોય તેવા દરદ લૂમાં મટ્યાના દાખલા નોંધાયા છે.
ફ્રાન્સની સરકારે કેટલાક વરસો પહેલા વૈજ્ઞાનિકોની એક કમિટિ આ બાબતની તપાસ કરવા મોકલી હતી, તેમાં મુખ્ય ડોક્ટર નેબલ પુરસ્કાર પ્રાપ્ત ડો. એલેકસીસ કેરલ હતા. તેમણે સ્વીકાર્યું છે કે, દઢ શ્રદ્ધામાં કઈક અચિંત્ય શક્તિ રહેલી છેજેને અર્વાચિન વિજ્ઞાન હજી સમજી શકતું નથી. - લુઈમાં મુખ્ય વાત એ છે કે આવનારા બિમારો પિતાને માટે નહિ પરંતુ બીજાઓને માટે પ્રાર્થના કરે છે. - જે વાર્થના વિષ વત્ લમાંથી મનુષ્ય બહાર નીકળે, પોતાના દુઃખના રોદણા રડવાના છોડી દે, અધિક દુઃખી પર દયા કરે તે “દયા ધર્મ કો મૂળ હૈ” માટે પોતે અવશ્ય દુઃખ મુક્ત થશે.
તમારી કમાણી ઓછી છે? તો જેઓ બેકાર છે તેમને માટે તમે પ્રાર્થના કરો, તમને કોઈ બિમારી થઈ છે? તે લાખે મનુષ્ય દીનદુઃખી અવસ્થામાં આંધળા, અપંગ, નિરાધાર, અસહા વેદનાથી પીડાય છે તેમને માટે પ્રાર્થના કરો. તમારૂં ઘર નાનું છે? એકાદ ઓરડીમાં તમે અગવડતાથી રહે છે? તે કરોડો માણસો જેઓ ઝુંપડામાં રહે છે,