________________
૭૮ ]
જીવન સાફN
જ સંપાદકની નેધ છે
જ કાણું દયાપાત્ર? જ
એકવાર એક તત્ત્વજ્ઞાની એક ભંગીને સફાઈ કરતા જોઈ રહ્યો હતો. તત્ત્વજ્ઞાનીએ પેલા ભંગીને કહ્યું: “તારું કામ કપરૂં છે. કપરૂં તે ઠીક, પણ ઘણું ગંદું છે. મને તારી દયા આવે છે!”
ભંગીએ ઉંચું જોઈ પૂછ્યું: “મહેરબાન ! મારા માટેની તમારી આ દયા માટે હું માથું નમાવી તમને નમું છું. પણ તમે શું કામ કરે છે?”
તત્વજ્ઞાનીએ મસ્તક સહેજ ઉંચું કરી ગર્વથી જવાબ વાન્યાઃ “અલ્યા! મારૂં કામ તું શું સમજે? હું તે મgષ્યના મનની ક્રિયાઓને અભ્યાસી છું.”
ભંગીએ જવાબ આપ્યો નહિ. સફાઈનું કામ કરતાં કરતાં તે ધીમેથી એટલું જ બોલ્યાઃ “મને પણ તમારી દયા આવે છે!”
૦ મંથન ક્યિા છે
પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરે તેમના મહાગ્રંથ “સન્મતિ તક'માં કહ્યું છે કે