________________
યાદવાદની સમજણ
[ ૭૭
પૂ. શ્રી આનંદઘનજી મહારાજે ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનની સ્તવના કરતા કહ્યું છે કે
વચન નિરપેક્ષ વયવહાર જુઠે કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચા વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચે, ધાર તલવારની હિલી-દેહિલી:
ચૌદમા જિન તણી ચરણ સેવા નિરપેક્ષ વચનનું ફળ સંસારનું ભ્રમણ છે. માટે કયાર, પણ નિરપેક્ષ વચન ન કહેવું.
સ્યાદવાદ વડે બીજાઓના દષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરવાથી એકબીજાની ભ્રમણું દૂર થાય છે, નિરર્થક વિરોધ વિવાદનો અભાવ થાય છે અને સમત્વભાવને વિકાસ થાય છે.
સ્યાદવાદના સિદ્ધાંતને બરાબર સમજવામાં આવે તો વસ્તુના સાચા સ્વરૂપને જાણી શકાય છે. વિશ્વ કેવું છે? તેમાં ક્યા દ્રવ્ય રહેલા છે? તેને સ્વભાવ કેવો છે? વગેરે બાબતેનું યથાર્થ જ્ઞાન સ્યાદવાદથી મળે છે.
જગતના મહાન વિદ્વાનો સ્યાદવાદને પિતાનું મસ્તક નમાવે છે અને ઘોષણ કરે છે કે
જૈનધર્મ જગતને આ એક અપૂર્વ વસ્તુ આપી છે. તેનું રહસ્ય બરાબર સમજવામાં આવે તો બધા મિથ્યાવાદનો અંત આવે અને વિશ્વ બંધુત્વની ભાવના પૂર્ણ રૂપે પ્રકાશે.”
સ્યાદવાદની સમજણ વડે જ જીવનની સફળતા છે.