________________
હર |
જીવન સાફલ્ય nununumwomnununum
હાથીને મહાવત આ આંધળાઓની બધી વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. તે આ પ્રસંગે નજીક આવ્યો અને બધા આંધળાઓને સમજાવીને કહેવા લાગ્યું કે, ભાઈઓ, તમે નિરર્થક તકરાર કરો છો. તમારામાંના કેઈએ હાથીને પૂરે જે નથી પણ તેનું એક એક અંગ જોયું છે અને તેના પરથી આખા હાથી વિષે અભિપ્રાય આપવા લાગી ગયા છે, તેથી આ તકરાર ઉભી થઈ છે. હું તે આ હાથીને રોજ જેઉં છું, માત્ર કાન જોઈએ તે સુપડા જેવો લાગે, માત્ર સૂંઢ જોઈએ તે સાંબેલા જેવું લાગે. માત્ર દંતશૂળ જોઈએ તે ભૂંગળા જેવું લાગે. માત્ર પગ જોઈએ તે થાંભલા જેવું લાગે. માત્ર પેટ જોઈએ તે પખાલ જેવો લાગે અને માત્ર પૂછડી જોઈએ તે સાવરણી જેવું લાગે !” મહાવતે બધી વાતની તેઓને સમજ પાડી. આથી છ આંધળાએ ચૂપ થઈ ગયા અને પિતાને રસ્તે પડ્યા. જ પ્રમાણ અને નય ક
એક જ વસ્તુને જુદી જુદી અનેક અપેક્ષાએ-દષ્ટિએ જોઈ શકાય છે અને તે તે અપેક્ષાએ તેનું વર્ણન કરવામાં આવે છે તે સાચું છે, પણ તે પરથી બીજી અપેક્ષા કે દષ્ટિને બેટી કહી શકાય નહિ. તાત્પર્ય કે વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ સમજવા માટે તેની જૂદી જૂદી અપેક્ષાઓને લયમાં લેવી જોઈએ.
આ રીતે વસ્તુને જોતા એમ જ કહેવું પડે કે જગતની દરેક વસ્તુ અનંત ધર્માત્મક છે. અહિં એક વિશેષ ઉદાહરણથી આ વાતને સ્પષ્ટ કરીએ.