________________
સ્યાદવાદની સમજણ
( ૭૩ wwwuuuumemnunmamnun
એક પુરુષ ક્ષેત્રની અપેક્ષાએ “આર્ય' કહેવાય છે. વની અપેક્ષાએ “વૈશ્ય' કહેવાય છે, જ્ઞાતિની અપેક્ષાએ
ઓસવાળ” કહેવાય છે, ગામની અપેક્ષાએ “નાગરી” કહેવાય છે. પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે, પિતાની અપેક્ષાએ પુત્ર કહેવાય છે, પત્નીની અપેક્ષાએ પતિ કહેવાય છે, ભગિનીની અપેક્ષાએ બંધુ કહેવાય છે. આમ જુદી જુદી અપેક્ષાએ તેનામાં અનેક ધર્મો સંભવે છે.
પ્રમાણ વસ્તુના અનેક ધર્મોને સ્વીકાર કરે છે અને નય વસ્તુના એક ધર્મને ગ્રહણ કરે છે, પરંતુ એક ધમને ગ્રહણ કરતા હોવા છતાં પણ નય બીજા ધર્મોને ન નિષેધ કરે છે, ન વિધાન કરે છે. જે બીજા ધર્મોને નિષેધ કરે તો તે દુનેય થઈ જાય છે અને જે વિધાન કરે તો તે પ્રમાણની કટિમાં આવે છે.
આ રીતે સ્યાદવાદ દષ્ટિની વિશાળતા અને હદયની ઉદારતા લાવે છે. ૦ દ્રવ્ય ગુણ પર્યાય ૦
વીતરાગ ભગવંતની આજ્ઞા અનુસાર સર્વ વચન અપેક્ષાપૂર્વક છે. - એક વૃદ્ધ પુરુષની ઉંમર ૭૫ વર્ષની છે. તે વૃદ્ધ પુરુષને પપ વર્ષને એક પુત્ર છે અને આ ૪૫ વર્ષના મનુષ્યને ૧૫ વર્ષને એક પુત્ર છે. હવે જે આ ૪૫ વર્ષના મનુષ્યને