________________
પર ]
જીવન સાય
nouuuuuuuu Dont try to be silly બાળકની સાથે તેને રસ હોય એવા વિષયની વાત કરો, બાળકને ભય લાગે એવી કોઈ વાત કરા નહિ. બાળકની ઉપેક્ષા કરે નહિ. બાળક તમને કઈ પ્રશ્ન પૂછે, તમે જવાબ ન આપી શકો તો ગપ્પા મારશે નહિ. કાળજીપૂર્વક સભ્યતાથી બાળક સાથે વાત કરો.
૪. બાળકને સંભાળનારા તેના માબાપ કે વડિલો હોય છે. તમે બાળકના ગમે તે સગા થતાં હે, પણ કયારેય આળકને તેના વડિલોની વિરૂદ્ધનું કંઈ કરવાનું દબાણ ન કરે. “ભલે તારી બા ચોકલેટ ખાવાની ના પાડે, હું તને આપું છું એટલે ખા !” આમ કહેવાને બદલે “તારી બાને પૂછીને આ ચોકલેટ ખાજે” એ પ્રમાણે કહે.
૫. બાળક પાસે તેના માતા-પિતા માટે સહેજ પણ ઘસાતું ન બોલો. “તારી મા સારા કપડા તે તને પહેરાવતી નથી, આ અમારી બેબીના કપડા :” અથવા “તારા બાપા ભારે કંજુસ છે. શું ઘરમાંથી તમને કેઈ ફરવા લઈ જતું નથી?” “તમારા ઘરમાં અમારા જે રેડિઓ છે? આવું વાજુ છે?”–આવી વાતો નાના છોકરાઓને ન કહે. તમારા માટેનો તેમને અભિપ્રાય ખરાબ થશે, અથવા પિતાના માબાપ કે વડિલે માટેનો અભિપ્રાય ખરાબ થશે. બને રીતમાં તમે બાળકનું અહિત કર્યું છે. કોઈનું હિત થયું નથી.
૬. બાળકને કયારે પણ ઉતારી ન પાડો. બાળકે ચિત્ર