________________
સમતલવૃત્તિને સગુણ
' પપ * બિના બિચારે જે કરે જ
મગજનું સમતોલપણું ગુમાવીને વિના વિચારે બાલવાથી, વર્તવાથી, કંઈ કાર્ય કરવાથી ભારે પસ્તાવું પડે છે.
એક કવિએ કહ્યું છે કે– બિના બિચારે જે કરે, સે પીછે પછતાય; કામ બિગારે આપને, જગમેં હેત હસાય. જગમેં હેત હસાય, ચિત્તમે ચેન ન પાવે; માનપાન સમાન, રાગરંગ કછુ ન ભાવે. કહે ગીરધર કવિરાય, દુ:ખ કછુ કરત ન હારે; ખટકત હૈ જય માંહિ, કીયે જે બિના બિચારે.
અને જેને પશ્ચાત્તાપ થતું નથી તે તે સૌને અળખામણે બને છે. કોઈને તેની સાથે વાત કરવાનું મન થતું નથી-કયાંક તેના મગજનો પારો ચઢી ન જાય, તેથી કોઈ સારા કાર્યમાં તેને સફળતા મળતી નથી
પિતાનું ધાર્યું થતું નથી, પિતાના મનોરથો સિદ્ધ થતાં નથી, તેથી તે વધુ બેચેન બને છે, વ્યગ્ર થાય છે અને વધુ મગજ ગુમાવે છે, પરંતુ પોતાની જાતનું નિરીક્ષણ કરતો નથી, પોતાની ભૂલ શોધતું નથી, પોતાની જાત તપાસો નથી અને દેષારે પણ બીજા ઉપર કરે છે. શક્તિને અને સમયનો દુર્વ્યય થાય છે, પરિણામ શૂન્ય આવે છે અને જીવન નિષ્ફલ જાય છે.