________________
દે]
જીવને સાફલ્ય muumimuumomrnununun
જે હિરા માણેક જેવી કિંમતી વસ્તુમાં રતિભાર વજનનો ફેર હોય તે મોટું નુકશાન થાય, ભારે ખોટ વેઠવી પડે છે. ત્યારે મગજની સમતલવૃત્તિ ગુમાવવાથી કેવી અવદશા થાય?
કહ્યું છે કેસાધુ ઘણે તપીઓ હતા, ધરત મન વેરાગ: શિષ્યના ક્રોધ થકી થયે, ચંડકેશીઓ નાગ.
કડવાં ફળ છે ક્રોધનાં. એક તપસ્વી સાધુ હતા. એક વખતે તે પારણાને માટે ઉપાશ્રયથી બહાર ગયા. માર્ગમાં તેના પગ નીચે એક દેડકી કચરાઈ ગઈ તે જોઈને તેમની સાથેના તેમના શિષ્ય એક નાના સાધુએ ગુરુ મહારાજને આલેચના કરવા માટે પિલી દેડકી બતાવી. ગુરુએ સમતલવૃત્તિ ગુમાવી દીધી. ઉલટા શિષ્ય પર ખીજાઈને બીજા લોકોના પગ તળે ચગદાઈને મરેલી દેડકીઓ બતાવીને ગુરુ કહેવા લાગ્યા કે, “અરે ક્ષુલ્લક! શું આ બધી દેડકીઓ પણ મેં મારી નાખી? તે સાંભળી તે નાના સાધુ મૌન રહ્યા અને શુદ્ધ બુદ્ધિએ વિચારવા લાગ્યા કે, “આ મહાનુભાવ છે, સાયંકાલે પ્રતિક્રમણ કરતા તેની આચના અવશ્ય કરશે.”
પછી પ્રતિક્રમણ વખતે પણ ગુરુએ તેની આલેચના કરી નહિ, ત્યારે નાના સાધુએ ચિંતવ્યું કે, “ગુરુજી દેડકીની વિરાધના ભૂલી ગયા હશે.” તેથી તેણે સંભારી આપ્યું કે, આર્ય? કેમ તમે પેલી દેડકાની આલોચના કરતા નથી ?