________________
સ્યાદવાદની સમજણ nunununnnnonnnnnnn
ખબરદાર, જે વધુ બોલો તો! ઢાલ રૂપાની જ છે. તારે આંખે નથી પણ ફાકા છે.”
બંને ઘોડેસ્વારો એકબીજા સાથે ઝઘડી પડ્યા. પોતે જ સાચો છે અને બીજે ખોટો જ છે. આવો આગ્રહ રાખતા બંને જણા ગાળાગાળી પરથી મારામારી પર આવી ગયા.
ગામના લોકો વચ્ચે પડ્યા અને ઝઘડાનું કારણ પૂછતાં એકે કહ્યું, “ગામ બહાર પાદરે જે વીર પુરૂષનું પુતળું છે તેની ઢાલ સોનાથી રસેલી છે ત્યારે આ મૂર્ખ કહે છે કે, રૂપાથી રસેલી છે.” - ભેગા થયેલા લોકો ખડખડાટ હસી પડ્યા. તેમાંને એક ડાહ્યો માણસ બે, ભાઈઓ, તમે નકામો ઝઘડો કર્યો. એ ઢાલની એક બાજુ સેનાથી રસેલી છે અને બીજી બાજુ રૂપાથી રસેલી છે.”
જીવનમાં આપણું પણ આવું જ છે. દરેક ઢાલને બે બાજુ હોય છે, દરેક સીક્કાને બે બાજુ હોય છે, દરેક વાતને બીજી બાજુ પણ હોય છે. આપણે ઢાલની માત્ર એક જ બાજુ જોઈએ તે ન ચાલે. ઢાલની બીજી બાજુ પણ જોવી પડશે.
એક બાજુની અપેક્ષાએ ઢાલ સેનાથી રસેલી છે, બીજી બાજુની અપેક્ષાએ ઢાલ રૂપાથી રસેલી છે. * વસ્તુ અનંત ધમક X
એક સ્ત્રી તેના પિતાની અપેક્ષાએ પુત્રી છે, તેના ભાઈની