________________
સંસ્કારનું સિંચન
[ ૫૩
દેયું હેય, નિબંધ લખ્યું હોય, જે કંઈ કર્યું હોય તેમાં ઉત્સાહ આપવા પૂર્વક જે સૂચના આપવા જેવી હોય તે આપ.
૭. ઘણા માણસે પિતાના પરિચિતના બાળકને કહેતા હોય છે કે, “કેમ અમારે ઘેર આવતું નથી?” અથવા
અમને તારે ત્યાં જમવા કેમ બોલાવતે નથી?”- આવું કયારે ય ન કહે. જે વસ્તુ બાળકના હાથની નથી તે માટે કયારે ય તેની ટીકા ન કરો. એવું બાળકને ન પૂછો, જેને જવાબ તે ન આપી શકે. બાળકને મુંઝવણમાં ન મૂકે.
૮. તમને લાગે કે બાળક રમત રમવામાં એકાગ્ર છે, તમારી તરફ તેનું ધ્યાન નથી અને તમે એને માટે કંઈક વાત કરો છો તે ખ્યાલ રાખજો કે તે સાંભળે છે. તમે બીજી ભાષામાં જે તેને માટે કંઈ બોલે છે તે તે સમજે છે. તમારી વાતચીતને સાર તેને સમજાય છે. પરંતુ બાળકને ભય લાગે છે કે તેની વિરૂદ્ધ વાત થાય છે. Child feels insecure.
જે મેટાઓ થોડી કાળજી રાખે તે બાળકોનું જીવન ઘડતર સુંદર થઈ શકે.
તમારા બાળકો કે બીજાના બાળકોમાં સંસ્કાર સીંચનની તમારી પણ જવાબદારી છે એ વિચારો એટલી વિનંતિ!