________________
સમતલવૃત્તિને સગુણ
[ પ૭
mm સાંઠાના બે ટુકડા થઈ ગયા તેથી સંતને કેટલું લાગ્યું હશે તે સમજાય એવું છે. પરંતુ હસીને તુકારામે કહ્યું: “સહધર્મિણનો ખરો ધર્મ એ જ છે. મેં તને શેરડીને સાઠે ખાવા સારૂં આપે, તે તું એકલી કેવી રીતે ખાઈ શકે? માટે સ્વામીને આપવા સારૂં તે એના ભાંગીને બે કકડા કર્યા !”
આ મગજનું તથા મનનું સમતોલપણું ધન્યવાદને પાત્ર છે. * જગદ્દગુરૂ શ્રી હીરસૂરિજી જ
ભજન સારૂં ન બન્યું હોય, મીઠું-મરચું વધારે પડયું હોય કે એાછું પડયું હોય અને મગજ ગુમાવી બેસનારાઓ મા–બેન કે પત્ની સાથે ઝઘડો કરનારાઓ તથા ધુંવાકુંવા થનારાઓને નીચેનું દષ્ટાંત વિચારવા લાગ્યા છે.
સમ્રાટ અકબરના પ્રતિબંધક જગદગુરુ શ્રીમદ વિજયહીરસૂરીશ્વરજી મહારાજના જીવનને આ નાનકડો પ્રસંગ અત્યંત પ્રેરક છે.
એકવાર પૂજ્યશ્રીના એક શિષ્ય એક ગૃહસ્થને ત્યાંથી ખીચડી હરી લાવ્યા. એ ખીચડી પૂજ્ય આચાર્ય મહારાજે જ વાપરી. પૂજ્યશ્રીએ આહાર વાપરી લીધા પછી પેલો ગૃહસ્થ જેને ત્યાંથી ખીચડી આવી હતી તે દોડતો દેડતા આવ્યો અને સાધુ મહારાજને કહેવા લાગ્યોઃ “સાહેબ! આજે મારાથી એક અત્યંત ગંભીર ભૂલ થઈ ગઈ છે. મને તે ખબર પણ ન્હોતી, પરંતુ જ્યારે મેં ખીચડી ચાખી