________________
પ૯ ]
જીવને સાફલ્ય mwanaumnumowuwumuman ૦ શેરડીને સાઠે ૦
સંત મહાત્માઓ વિપરીત અવસ્થામાં પણ મનનું સમતોલપણું જાળવી રાખે છે. ચંડકૌશિક સર્ષે ભગવાન મહાવીર સ્વામિને ડંખ દીધા તે પણ એ પરમ ઉપકારી ભગવાને મનનું સમતોલપણું લેશમાત્ર ગુમાવ્યું હતું.
મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંત તુકારામના જીવનનો એક પ્રસંગ છે. સંત તુકારામની પત્ની ભારે કર્કશા હતી. તે બાઈ અત્યંત સાંકડા મનની અને કજિયાખોર હતી. સંત તુકારામ પ્રભુભક્તિમાં, ભજન-કીર્તનમાં તથા પરહિતના કાર્યોમાં પિતાને સમય ગાળતા અને ઘરધંધામાં ધ્યાન આપતા નહિ. એ એને પસંદ હેતું.
એક ખેડૂતે એક દિવસ શેરડીના ઘણું સાંઠા તુકારામને આપ્યા. આ સાંઠા લઈને તુકારામ ઘેરે આવતા હતા. માર્ગમાં અત્યંત ગરીબ ભૂખ્યા માણસે તુકારામને મળ્યા અને યાચના કરવા લાગ્યા.
તુકારામ જેવા સંત આ યાચનાને કઈ રીતે ટાળી શકે! ભૂખ્યા ગરીબ ઉપરની દયાથી તુકારામ દરેકને એક એક શેરડી આપતા ગયા. જ્યારે ઘેર આવ્યા ત્યારે શેરડીને એક જ સાંઠો તેમની પાસે રહ્યો.
તુકારામની પત્નીને કાને રસ્તાને બધે વૃત્તાંત પહોંચી ચૂક્યો હતો, તુકારામે હાથમાં એક જ સાંઠે પત્નીને આપે એટલે એને પિત્તો ઉકળી ગયા અને કેધના આવે. શમાં એ સાંઠો તુકારામના બરડા ઉપર માર્યો.