________________
હજુ સમતલવૃત્તિને સગુણ
કેટલાય મનુષ્ય વાતવાતમાં પિતાના મગજને કાબૂ ગુમાવી બેસે છે, ગુસ્સે થઈ જાય છે, લાલ-પીળાં બની જાય છે. જાણે એવું લાગે કે દાવાનળ સળગી રહ્યો છે.
અને સાચું છે કે જ્ઞાની પુરુષોએ જગલના દાવાનળ કરતાં ય મનના દાવાનળને ભારે હાનિકારક કહ્યો છે.
પૂશ્રી ઉદયરત્નજી મહારાજે કહ્યું છે કે – “ક્રોધે કોડ પૂરવ તણું, સંજમ ફલ જાય: ક્રોધ સહિત તપ જે કરે, તે તે લેખે ન થાય.
કડવા ફળ છે ક્રોધનાં. આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જળને જેગ જે નવિ મળે, તો પાસેનું પરજાળે.
કડવા ફળ છે કોધનાં. મગજની સમતલવૃત્તિ ગુમાવવાથી ભારે નુકશાન છે. મનુષ્યને પાછળથી અત્યંત પશ્ચાત્તાપ કરવો પડે છે, આંસુ સારવા પડે છે, શોષવું પડે છે,