________________
૪૬]
જીવન સાય wwwwwwwwwww માટે આવેલી અરજીઓ પર ચર્ચા બાળકોની હાજરીમાં થતી. પિતાના છોકરાં ગરીબનું દુઃખ તથા બીજાઓની જરૂરીયાતે સમજે તે માટે ધર્મગુરુ સાથે ભોજન સામગ્રી લઈ બાળકોને મોકલતાં. ગરીબના બાળકો કેટલાં સંતેષ અને આનંદથી જમે છે તે જોવા માટે સૂચન કરતાં. ૦ આચરણ દ્વારા શિક્ષણ ૦
મહારાણી મેરીના હૈયામાં દયા અને કરૂણાના બીજ નાનપણમાં આ રીતે રોપાયા હતા.
બાલ્યવયમાં મહારાણી મેરી તેમના મા સાથે એકવાર રચમંડ પાર્કમાં ફરવા ગયા હતા. ત્યાં એક ગરીબ વૃદ્ધા ઝાડ નીચે પડેલા સૂકા લાકડા વીણતી હતી. ઠંડી વિશેષ હતી. વૃદ્ધા થાકી ગયેલી લાગતી હતી. ડચેસ તેની મદદ દોડી ગયા અને લાકડા ભેગા કરવા લાગ્યા. પ્રિન્સેસ મેરી પણ એ કામમાં લાગ્યા. વૃદ્ધાનું કામ ઝડપથી પુરૂં થતાં એને આભાર માન્યો.
કેટલા ય રાજવંશી કુટુંબોમાં બાળકોને સંસ્કારનું સીંચન કરવામાં કાળજી રખાતી. આપણા દેશમાં કઈ કઈ શ્રીમંત કુટુંબમાં બાળકોને કુસંસ્કારો શીખવાડાતા જોઈ લાનિ થાય છે. અણસમજુ ધનિકો એમ માને છે કે વિનય, વિવેક, આત્મસંયમ, આજ્ઞાપાલન કે સાદાઈ જેવા ગુણો ગરીબો માટે છે. તેમને કે તેમના બાળકોને આવા ગુણોની કંઈ જરૂર નથી.
શ્રી કબીરજીએ કહ્યું છે કે