________________
સંસ્કારનું સિંચન
[ ૪૭
બડે ગયે બડપનમેં, રોમ રેમ અહંકાર સતગુરુ કે પરિચય વિના, ચારે વર્ણ ચમાર,
પિતાને મોટા માની ધનને મદ, જાતિને મદ, જે કોઈ મદ જેનામાં હોય તેના રોમ રોમમાં અહંકાર ભરેલ છે. સદગુરુના સંગ વિના નમ્રતા આવે નહિ. અહંકાર જાય નહિ. જેની નજર માત્ર પુગલ ઉપર છે– ધન રૂપી માટી ઉપર છે તે કુંભાર છે અને ચામડા ઉપર છે તે ચમાર છે.
માબાપ અને વડિલોએ બાળકોમાં અભિમાન, ધ અને આળસ ન આવે તે માટે કાળજી રાખવી જોઈએ અને સહનશીલતા, પિતાના દોષ જેવાની દષ્ટિ, બીજાના ગુણની પ્રશંસા કરવી તથા વિનય જેવા સગુણે કેળવાય તે માટે પ્રયત્ન અવશ્ય કરવું જોઈએ.
બાળકોના જીવન ઘડતરમાં માબાપનું કાર્ય સૌથી પ્રથમ છે. ચારિત્ર્ય ઘડતરનો પાયો બાલ્યવયમાં નંખાશે. માબાપે જે સંસ્કારના બીજ નાખ્યા છે તેને ઉગાડવામાં સહાયક બની જીવન સૌરભ પ્રગટાવવાનું કામ ગુરુનું છે. શિક્ષણની પ્રાપ્તિ તે સફલ થાય છે. પરંતુ જીવનનું સાફલ્ય તે પિતાના સમ્યફ આચરણ વડે જ થઈ શકે અને ત્યારે જ જીવન એજન્ પ્રગટે.
વડિલો પિતાની જવાબદારી સમજે તથા બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સીંચન કરે જેથી ધર્મના માર્ગે આગળ વધી તમારા સંતાને સુખ અને શાંતિ અનુભવી શકે