________________
સંસ્કારનું સિંચન
1 કપ
બાળકને જે પ્રયત્નપૂર્વક સારા સંસ્કારે નહિ આપે તે ગંદા સરકારે તેઓ ગ્રહણ કરી લેશે. - પોપટના બે બચ્ચાં ઝાડ ઉપરના એક માળામાંથી એક પારધીએ પકડ્યા. એક બચ્ચે એક વિદ્વાન પંડિતને ત્યાં વેચાયું અને બીજું બચ્ચું એક હલાલને ત્યાં વેચાયું.
જે પિપટ પંડિતને ત્યાં વેચાયો તે વેદની ઋચાઓ બોલવા લાગ્યો. અને જે હલાલને ત્યાં ઉછર્યો તે પોપટ બીભત્સ અપશબ્દ બોલવા લાગ્યો. જેવો ઉછેર તેવા સંસ્કાર!
શાળામાંથી બીજા છોકરાનાં પિન્સીલ, રર્બર કે સંચે બાળક લઈ આવે અને માતા જે તેને છાવરે, ઉત્તેજન આપે ઠપકો ન આપે તે આ બાળક માટે થતાં પિતાના ગજવામાંથી પૈસા ચોરે, મોટો થતાં ઘરાકને છેતરે કે ભાગીદાર સાથે કે સગાભાઈ સાથે છળપ્રપંચ કરે તે તેમાં શું નવાઈ!
ગોપીચંદે કહ્યું છે કે, “મારા ત્યાગ અને વૈરાગ્યનું મૂળ મારી માતા મેનાવતી છે.” દાદાભાઈ નવરોજજી વારવાર કહેતા કે “મારી માતાએ મારા ઉપર તીક્ષણ નજર રાખી મને ખરાબ લક્ષણેથી બચાવ્યો છે.”
બ્રીટનના મહારાણું મેરીના માતાપિતા ડયૂક અને ડચેસ ઓફ ટેક, કેનર્સિગ્ટન રાજમહેલમાં રહેતાં હતાં, ત્યારે બાળકોને ધાર્મિક શિક્ષણ આપવા માટે ખાસ ધર્મગુરુ આવતા. ડચેસ ઓફ ટેક અભ્યાસના ઓરડામાં બાળકોને એકઠા કરતાં, ધાર્મિક અભ્યાસ પૂરો થયા પછી દાનની માગણી