________________
Vaj
જીવને સાફલ્ય
તારી જમીનમાં વાવ. જે મકાઈ ઉગે તેમાંથી ઉત્તમ મકાઈ જુદી તારવીને એનાં બીજ પાછા વાવ. ધીરજપૂર્વક પ્રયત્ન કરીશ, તે ખેતરમાં સરસ મકાઈ પાકશે.” - ખેડૂતે ત્રણ વર્ષ ધીરજ રાખી મહેનત કરી અને ઉત્તમ મકાઈને પાક થયે.
જે માબાપે અને વડિલે ધારે તે બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં ઘણું કરી શકે.
દિકરા પાસે બેટી આઠ આની આવી જાય અને બાપ કહે, “મૂરખ, તને કઈ બનાવી ગયું. હવે બસમાં કે હોટલમાં કયાંક ચલાવી દે તે ખરે માનું!” ખોટા કામ કરાવી દીકરાને ખરો માનવાના સંસ્કાર માબાપ આપે છે. દીકરો ખોટી આઠ આની કેાઈને પધરાવી દે તે માબાપ તેની ચાલાકી માટે ગૌરવ લે છે. ' “અમારો બાબો પરીક્ષામાં ચોરી કરે પણ પકડાય નહિ.” આવું કહેનારા માબાપ કદાચ ઓછા મળશે પણ આવા સંતાન માટે મનમાં ખુશી થનાર માબાપ ઘણા મળશે.
વિલિયમ ચેનિંગને એક મિત્રે પૂછયું, “નેલિયન જે મહાન પુરુષ તૈયાર કરવો હોય તે થઈ શકે ખરો?”
ચેનિંગે કહ્યું, “અરે, નેપોલિયન તે શું વિસાતમાં છે! તેનાથી ય ઘણે મહાન મનુષ્ય પણ તૈયાર થઈ શકે. જે કેાઈ ચારિત્ર્યસંપન્ન દંપતિ પોતાના સંતાનમાં ધર્મનીતિના