________________
સંસ્કારનું સિંચન
muuuuuuuuuuuuuuu સંસ્કાર દઢપણે સ્થાપે. જીવ માત્ર પ્રત્યે પ્રેમને આદર્શ બાળકમાં કેળ. જીવનની મુશ્કેલીઓમાંથી જ્ઞાન અને અનુભવ મેળવવાનું શીખવે. લાલચ સામે ટકી રહેવાનું બળ ખીલવે તે તેવું સંતાન નેપોલિયનથી તે કયાંય મહાન બને.
* મા-બાપ રૂપી સૂર્ય-ચંદ્ર જ
“હું અને મારી બા” નામના પુસ્તકમાં શ્રી સાને ગુરૂજી જણાવે છે કે, “સૂર્ય ચંદ્રને ખબર નથી કે એના કિરણેને પશુ, પંખી, માનવી અને વનસ્પતિ ઉપર શી અસર થાય છે, પણ સૂર્ય-ચંદ્રના કિરણેમાંથી સ્વાથ્ય, સૌન્દર્ય અને તાજગી મળે છે. વનસ્પતિ તેને રસ ગ્રહણ કરે છે. તે જ પ્રમાણે માતા-પિતા બાળકના સૂર્ય-ચંદ્ર છે. જે માબાપને વ્યવહાર સ્વચ્છ, સતેજ અને પવિત્ર હોય તો બાળકોના સંસ્કાર સોળે કળાએ ખીલે. સૂર્ય પ્રકાશ કે ચંદ્ર કિરણ વિના વનસ્પતિ કરમાઈ જાય એમ માતા-પિતાના ને, સંસ્કાર કે મમતા વિના બાળકોના જીવન બિમાર, રસ વગરના કે વિકૃતિવાળા બને છે.
પિતાની મા માટે સાને ગુરુજી જણાવે છે કે, “અમારી પૈસા અંગેની સ્થિતિ બહુ સામાન્ય હતી. અમને કોઈ ગરીબ ગણે તે અમે વાંધો ન લઈએ, પણ ગરીબ જાણીને કઈ દયા બતાવવા આવે અથવા અમારામાંથી કઈ બાળક રૂપિયા પૈસા માટે હાથ લાંબો કરે, તે મારી બાના આત્માને સખત આઘાત લાગતો.