________________
નિર્ભયતાને રાજમાર્ગ
[ ૧૧ wuuuuuuummomnium મારા સંતાન આ બધું ય જેને પિતે પિતાનું માન્યું હતું તે ગુમાવવાની કલ્પના પણ ગમતી નથી.
ભયથી બચવા માટે સંસારમાં રાગદ્વેષથી જે કંઈ એકઠું કર્યું છે, તે બધું ય ભયનું કારણ થઈ પડે છે.
અજ્ઞાનમાં રાગદ્વેષથી થતી બધી પ્રવૃત્તિઓ ભયના માર્ગ પર લઈ જાય છે.
આ દેહ “હું નથી. આ સંપત્તિ, ઘર, પ્રતિષ્ઠા, પત્ની, સંતાન વાસ્તવિક મારા નથી.” આ સત્ય સમજાય, તેની પ્રતીતિ થાય તો નિર્ભયતા પ્રગટે.
હું આત્મા છું, અવિનાશી છું, અજર છું, અમર છું, આત્માના અનંત ગુણે મારા છે. આ સત્ય અનુભવાતું જાય તે નિર્ભયતા દઢ બને. પૂ. શ્રી આનંદઘનજી મહારાજે વીર હાક વગાડી છે કે,
અબ હમ અમર ભયે, ન મરે હું દેહ નથી, હું આત્મા છું, હું અમર છું, મારું મૃત્યુ નથી. સ્વ અને પરનું આ ભેદ વિજ્ઞાન ભયથી મુક્ત કરે છે.
સમ્યગ્ગદર્શન નિર્ભયતા લાવે છે.