________________
સંસ્કારનું સિંચન
[ ૩૭
અસર બાળકોના કુમળા મગજ પર તરત પડે છે અને પછી પોતાના બાળકોને અશ્લીલ વર્તન કરતાં કે અપશબ્દો બોલતાં જોઈ માબાપ આશ્ચર્ય પામે છે. * આરસનો ટુકડો આ
આરસના એક બેડોળ ટૂકડામાંથી એક અર્ધનગ્ન સ્ત્રી કોતરવી કે દેવમૂર્તિ કંડારવી તેને આધાર કારીગર ઉપર છે. નાના બાળકો આરસના ટૂકડાથી કંઈ ગુણ વિશેષ છે. ચારિત્ર્યના પ્રકાશથી ઝળહળતા આધ્યાત્મિક જીવનને પ્રગટાવવામાં આ નાના બાળકોને તેમના માબાપ કે વડિલો પિતે ધારે તે સહાયક બની શકે.
જે તમે વિશ્વાસુ બનશે તો બાળક તમારામાં વિશ્વાસ બનશે, જે તમે શંકાશીલ અને ઉદ્ધત થશે તે બાળકો તેવા થશે. અંતરથી બાળકોને તમે પ્રેમ કરશે તે બાળકોને પ્રેમ પામશો અને બાળકોને જો તમે ધીક્કારશે તો તમારા બાળકો જગતને ધીક્કારતા થઈ જશે. તમે જેવું શીખવશે તેવું બાળક શીખશે.
એકકથા છે. પાંચ વર્ષને એક બાળક પાડોશીને ત્યાંથી એક ચીજ ઉઠાવી લાવ્યો. મા તેથી રાજી થઈ. દિકરે મોટો થઈને ચોરી કરતાં શીખે. ચીજવસ્તુ લાવી માને આપે અને મા મલકાતી જાય, ચેરી લાવેલી વસ્તુઓ પિટીમાં મૂકતી જાય. દિકરો માટે થતાં પાકો શેર થયો.