________________
અહિંસાની સાધના
[ ૩૫
ભગવાન મહાવીરસ્વામીથી વીસ વરસ પહેલાં ગ્રીસના મહાન ચિંતક પાયથેગરાસ ભારતમાં આવ્યા હતા. અહિં. સાને સિદ્ધાંત અને આચરણ તેને અત્યંત પ્રિય લાગ્યા. ભગવાન પાર્શ્વનાથના સાધુઓ પાસેથી તેમને દીક્ષા ગ્રહણ કરી અને ગ્રીસમાં જઈને જૈનધર્મનો પ્રચાર કર્યો. આજ પણ જગતમાં પાયથેગોરાસના અનેક અનુયાયી છે. તેમના સિદ્ધાંત અને માન્યતા જૈનધર્મને મળતા છે. દિગમ્બર પટ્ટાવલીઓમાં પિહિતાશ્રવ (પાઈથેગરાસ) નામના સંતને ઉલ્લેખ મળે છે.
આજે પણ તેમના અનુયાયીઓ નિરપરાધી, નિર્દોષ પ્રાણીઓની હત્યાને તજવા ગ–હેય માને છે.
ભગવાન મહાવીરસવામિના સમયની પહેલાં ગ્રીસમાં જેને નામનો એક વિચારક થઈ ગયા. બિમારીમાં તેના શરીર ઉપરના ગુમડામાં કીડા પડ્યા. મરણને ભય હોવા છતાં આ કીડા અહિંસક ભાવથી તેને કઢાવ્યા નહિ. કયારેક કીડા નીચે પડી જાય તે તેને પાછા પિતાને સ્થાને મૂકી દેતે.
પિતાના પ્રાણના ભાગે પણ બીજા જીવોની હિંસા ન થવા દેવાનો ભાવ-અહિંસા ધર્મ ત્યારે પણ પ્રચલિત હતો.
આવાં અનેક દષ્ટાંતે ઇતિહાસના પાને પડ્યા છે.