________________
અહિંસાની સાધના
[ ૩૩
શ્રી દશ વૈકાલિક ચૂર્ણિમાં ફરમાવ્યું છે કે, અહિંસા ૮ નામ પાણાતિવાય વિરતી ।' અહિંસાના અથ પાણાતિપાતથી વિરમવું તે છે.
જીવને કાઈ પણ પ્રકારનું કષ્ટ આપવું. કીલામણા ઉપજાવવા તે પ્રાણાતિપાત છે. શાસ્ત્રની આ વ્યાખ્યામાં દયાના, કરૂણાના મહાસાગર ઉછળી રહ્યો છે.
કાઈ પશુ જીવને મનથી, વચનથી કે કાયાથી રહેજ માત્ર પશુ કષ્ટ ન પહોંચાડવું, સર્વ જીવા પ્રત્યે મૈત્રીભાવ રાખવા એ અહિંસા છે. અહિંસાનું વિધેયાત્મક રૂપ ‘આત્મવત્ સવ ભૂતેષુ’-સવ જીવાને પેાતાની તુલ્ય ગણીને જીવન જીવવામાં છે.
પૂર્વ શ્રી સમ ́તભદ્ર આચાર્ય અહિંસાને પરમ બ્રહ્મ કહી છે. અહિંસા ભૂતાનાં જગતિ વિદ્યુિત' બ્રહ્મ પરમમ્।
*
—બૃહત્ સ્વય་ભૂ શ્તાત્ર
પરમ ઉપકારી ભગવાન મહાવીર પ્રભુએ પ્રશ્ન વ્યાકરણુ’માં અહિંસાને ‘ભગવતી અહિંસા’ કહી છે.
• એસા સા ભગવતી અહિંસા
અહિંસાના અમૃત કળશ સ માટે મધુરતમ છે, પરમ મગળકારી છે.
'