________________
૨૦ ]
જીવન સાફ ~~~~~ ~
~ ~ ~ ~~ ~ ભારતના સર્વ ધર્મોએ અથાગ પ્રયત્ન કર્યા છે અને હિંસાથી મનુષ્ય બચી શકે તે માટે હિંસાના કેવા દુષ્પરિણામ આવે છે અને તેના કડવા ફળ ભવપરંપરામાં કેવી રીતે ભેગવવા પડે છે તેની સમજણ આપતા અનેક કથા પ્રસંગો કહ્યા છે. * શુળીને કાંટે *
માંડવ્ય પુરાણમાં માંડવ્ય ઋષિની એક કથા છે. હિંસાના કેવા ભયંકર પરિણામ આવે છે, તથા હિંસા એ મહાપાપ છે. એમ બતાવી હિંસાનો નિષેધ કર્યો છે.
માંડવ્ય ઋષિ એમના ૨૧ ભાવ પૂર્વે એક રબારી હતા. ઘેટા બકરા ચરાવવા માટે જ જંગલમાં જતા, રબારી ઝાડ નીચે બેસે અને ઘેટા બકરા ચરે. એક દિવસ આ રબારીને એક જૂ કરડી એટલે રબારી ભારે ગુસ્સે થયો. જૂને પકડી, હાથમાં લીધી અને રબારી જૂને કહેવા લાગ્યો,
અરે, દુષ્ટ જૂ! મને કરડીને તે મારે માટે ગુને કર્યો છે. હું તને ભારે શિક્ષા કરીશ. એક રાજા જેમ ગુનેગારને શિક્ષા કરે છે, તેમ હું તારો રાજા છું અને તને ફાંસીની શિક્ષા કરું છું.”
અજ્ઞાન બિચારી જૂ શું સમજે!
રબારીએ તે હાથમાં એક તીક્ષણ કાંટે લીધે અને બિચારી જૂને કાંટામાં પરોવી દીધી. તરત જ જૂના પ્રાણ ચાલ્યા ગયા. રબારી તો અત્યંત રાજી થયો અને કહેવા લાગ્યું કે, મેં જૂને ઠીક જ શિક્ષા કરી છે.”