________________
અહિંસાની સાધના
[ ૨૫
માંથી માંસ કાપી પારેવાના વજન તુલ્ય તાળવા માંડયું. આશ્ચય થયું! રાન્ત પેાતાનું માંસ જેમ જેમ મૂકતાં જાય તેમ તેમ પારેવાવાળું પલ્લુ નીચે નમતું ગયું. રાજાએ પેાતાના આખા દેહ પારેવાની સામે ત્રાજવામાં મૂકયા. પેાતે જ ત્રાજવામાં બેઠા. તે જ વખતે એક દેવ પ્રત્યક્ષ થયેા. પારેવા તથા માંજ અદૃશ્ય થયા.
તે દેવે અત્યત ભક્તિભાવથી મસ્તક નમાવી કહ્યું કે, • એક વખત ઇંદ્રસભામાં ઇંદ્ર મહારાજે તમારી દયાની અત્યંત પ્રશ'સા કરી. તે વાતની પરીક્ષા લેવા માટે આ રૂપ કર્યા હતા. આપની અપૂર્વ કડ્ડા સામે આપના ચરણમાં અમારૂ મસ્તક નમે છે.
ભારતે જગતની સામે અહિ'સાના અદ્ભૂત આદશ મૂકા છે. આ આદનું પાલન કઠીન છે. અહિ'સાની સાધના વીર પુરુષનુ કામ છે.
"
કાકા કાલેલકરે કહ્યું છે કે, પરિશ્રમ કર્યા વિના આપણે અહિંસક નહિ અની શકીએ, અહિંસાની સાધના ભારે કપરી છે.. શરીર પૌદ્ગલિક ભાવા પ્રત્યે ખેચે છે. જાગૃત બનેલા આત્મા પાતાના ઉત્કૃષનું ચિંતન કરે છે.’ બીજાના હિતના ભાવ હૃદયમાં રાખવાથી આત્મા ધાર્મિક શ્રદ્ધાવાન અને છે.
૦ સને જીવવું પ્રિય છે ૦
ભગવાને પાકારી પોકારીને વારવાર કહ્યું છે કે